Friday, 28 July 2017

કલાપી ના કાવ્યો

’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ‘કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ – એક ઈચ્છા Posted in કવિતા (kavita) - July 18, 2013 - 0 Comment  પડ્યા જખમ સૌ સહ્યા, સહીશ હું હજુયે બહુ, ગણ્યા નવ કદી, ગણું નવ કદી, પડે છો હજુ; અપાર પડશે અને જિગર હાય ! આળું થયું, કઠિન ન બનો છતાં હૃદય એ જ ઈચ્છું, પ્રભુ ! પડી વીજળી તે પડી સુખથી છો, બળું છું સુખે, અનન્ત ભભૂકા દહે, દહો, ગળું છું સુખે ! ન દાહ વસમો કદી, જિગર બૂમ ના પાડતું, કઠિન બનજો નહીં હૃદય, એ જ ઈચ્છું પ્રભુ ! બહુય રસ છે મને, હૃદય છે હજુ તો, અહો ! અરે ! હૃદય જો ગયું, રસ ગયો પછી તો બધો; ભલે મૃદુ રહી સહી જખમ છેક ચૂરો થતું, કઠિન ન બનો કદી હૃદય એ જ ઈચ્છું, પ્રભુ ! – ‘કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (Kalapi – Ek Iccha. Kavita / Poems, Lok Shaitya in Gujarati. Literature and art site) Tags : ‘કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ‘કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ – એક આગિયાને Posted in કવિતા (kavita) - June 18, 2013 - 0 Comment  (હરિગીત) તુજ પાંખ ચળકે પર્ણનાં ઝુંડો મહીં ચક્રો રચી બ્રહ્માંડને પોષી રહી તે દ્રષ્ટિ અહીં એ છે નકી તુજ ઉદરપોષણમાં તને તુજ રૂપ ઉપયોગી થતું તુજ નેત્ર આગળ દીવડો કૈં શ્રમ વિના દેખાડતું વળી કોઈ કન્યા પાતળી તુજ તેજ ઉપર મોહતી જે ભાલને ચોડી તને ત્યાં હર્ષથી ચળકાવતી વળી કોઈ વિસ્મય સ્મિતભરી તુજ તેજ માત્ર નિહાળતી ના સ્પર્શતી એ બીકથી તુજ રજ રખે જાતી ખરી અદ્રશ્ય ના ઘનથી બને ના ધૂમસે મેલું થતું તુજ તેજ તે મુજ ઉપવને હું નિત્ય જોવા જાઉં છું મમ પ્યારીનાં ફૂલડાં અને મુજ વૃક્ષ જ્યારે ઉંઘતાં તું જાગતો રાત્રિ બધી ત્યારે રમે છે બાગમાં તું જાગજે તું ખેલજે ને પત્રે પત્રે મ્હાલજે ચળકાટ તારો એજ પણ તુજ ખૂનની તલવાર છે તું કેમ એ માની શકે આધાર તારો એજ છે એ જાળ તું જાણે નહીં હું જાણું ને રોઉં અરે રે પક્ષી કોની દ્રષ્ટિએ તું એજ ચળકાટે પડે સંતાઈ જાતાં નાસતાં એ કાર્ય વૈરીનું કરે દ્યુતિ જે તને જીવાડતી દ્યુતિ તે તને સંહારતી જે પોષતું તે મારતું એવો દિસે ક્રમ કુદરતી આ પ્રેમ સંસારી તણો તુજ તેજ જેવો છે નકી એ અમૃતે શું ઝેરનાં બિન્દુ ભર્યાં વિધિએ નથી અમ એજ જીવિત એજ મૃત્યુ એજ અશ્રુ ને અમી જે પોષતું તે મારતું શું એ નથી ક્રમ કુદર – ‘કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (Kalapi – Ek Aagiya ne. Kavita / Poems, Lok Shaitya in Gujarati. Literature and art site) Tags : ‘કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ‘કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ – ઇશ્કનો બંદો Posted in કવિતા (kavita) - May 18, 2013 - 0 Comment  જો ઇશ્ક ના શું ખુદા? આલમ કરી તોયે ભલે, જો ઇશ્ક ના શું જહાં? એને ખુદાયે શું કરે? આ કારખાનું ઇશ્કનું જોજો તપાસી ખૂબ ખૂબ, આ ખેલ ને આ ખેલનારો એક નૂરે-ઇશ્ક છે! એથી ડરું તો ક્યાં ઠરું? કોને ખુદા મારો કરું? જ્યાં લઐલાજી સર્વની ત્યાં કોણ કોને હાથ દે? રે! ઇશ્કનું છોડી કદમ માગું ખુદા, માગું સનમ! શું છે ખુદા? શુ છે સનમ? એને બીમારી એ જ છે! ક્યાંયે હશે જો કો ખુદા તો ઇશ્કનો બન્દો હશે, જો ઇશ્કથી જુદો થશે તો ઇશ્કથી હારી જશે! જો હો ખુદા તો હો ભલે! તેની હમોને શી તમા? છે ઇશ્કથી તો ના વડો, જે ઇશ્ક મારું તાજ છે! છે ખાક ચોળી છાપ મારી ઇશ્કની જેને દિલે, દાખલ થતાં તેને બહિશ્તે રોકનારું કોણ છે? જો કો હમોને વરશે, કાઈ હમોને પૂછશે, તો ઇશ્કની ફૂંકે હમારી લાખ કિલ્લા તૂટશે! ગુલામ થઈ રહેશું કદા પણ બાદશાહી મ્હાલશું, માલિકના બિલનું કરીને તખ્ત સૂનારા હમે! હા! લાખરંગી ઇશ્કનું કો એકરંગી જામ છે, મસ્તાનના મસ્તાન એવું જામ પીનારા હમે! આવો ભરી પીજો અને એ જીરવી લેજો નશો! નહિ તો સદા માટે શરાબો સોંપજો પીનારને! ી તો હમારી માદરે પાયું હમોને જન્મતાં, ને મોતની મીઠી પથારીમાં ભર્યું એ એ…જ છે! એ ઇશ્કની લાલી મહીં લાખો ખુદા ઘેલા બન્યા! એ લાખમાંના એક પણ જુદા જ કૈં ઘેલા હમે! – ‘કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (Kalapi – ishak no bando. Kavita / Poems, Lok Shaitya in Gujarati. Literature and art site) Tags : ‘કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ‘કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ – અમે જોગી બધા વરવા Posted in કવિતા (kavita) - April 18, 2013 - 0 Comment  અમે જોગી બધા વરવા સ્મશાનો ઢુંઢનારાઓ તહીંના ભૂતને ગાઈ જગાવી ખેલનારાઓ જહાં જેને કરી મુર્‌દું કબરમાં મોકલી દેતી અમે એ કાનમાં જાદુ અમારું ફૂંકનારાઓ જહાંથી જે થયું બાતલ અહીં તે થયું શામિલ અમે તો ખાકની મૂઠી ભરી રાજી થનારાઓ જહીં જખ્મો તહીં બોસા તણો મરહમ અમે દેતાં બધાંનાં ઈશ્કનાં દરદો બધાંએ વહોરનારાઓ અમે જાહેરખબરો સૌ જિગરની છે લખી નાખી ન વાંચે કોઈ યા વાંચે ન પરવા રાખનારાઓ ગરજ જો ઈશ્કબાજીની અમોને પૂછતા આવો બધાં ખાલી ફિતુરથી તો સદાએ નાસનારાઓ જહીં સ્પર્ધા તણી જગની દખલ ના પ્હોંચતી ત્યાં ત્યાં જમીં ને આસમાનોના દડા ઉડાવનારાઓ ગમે તે બેહયાઈને દઈ માથું ધરી ખોળે અમે આરામમાં ક્યાંએ સુખેથી ઊંઘનારાઓ સનમની બેવફાઈથી નથી સુખ કાંઈએ કરતાં અમે જાણ્યું અમે માણ્યું ફિકરને ફેંકનારાઓ જખ્મથી જે ડરી રહેતા વગર જખ્મે જખ્મ સહેતા અમે તો ખાઈને જખ્મો ખૂબી ત્યાં માનનારાઓ બની ઉસ્તાદ આવો તો થશો આંહી તમે ચેલા મગર મુરશિદ કરો તો તો અમે ચેલા થનારાઓ અમારા આંસુથી આંસુ મિલાવો આપશું ચાવી પછી ખંજર ભલે દેતાં નહિ ગણકારનારાઓ – ‘કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (Kalapi – Ame Jogi Badha. Kavita / Poems, Lok Shaitya in Gujarati. Literature and art site) Tags : ‘કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ‘કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ – સ્મૃતિ Posted in કવિતા (kavita), લોક સાહિત્ય (lok sahitya) - April 25, 2009 - 8 Comments  દિન એક ગયો, પછી લાખ ગયા, શિરમાં પળિયાં પણ આવી ચૂક્યા ! ઉરનું જળવુંય શમી જ જશે, પણ તે ચટકું ફરી ક્યાં મળશે ? ૧ દિનરાત સદાય જળ્યાં કરવું ! સહતાં સહતાં પણ કેમ સહુ ? સહશું રડશું, જળશું, મરશું, સહુ માલિકને રુચતું કરશુ ! ૨ કંઈ બાકી રહ્યું ? હરિ ! યાચી લઉં ! ન સુકાવ ભલે જલ નેત્ર તણું, પણ તે દિલને વિસરાવીશ ના, સ્મૃતિ તે રહી તો દુ:ખ લાખ ભલાં ! ૩ – ‘કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (Kalapi – Shruti. Kavita / Poems, Lok Shaitya in Gujarati. Literature and art site) Tags : ‘કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ‘કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ – પશ્ચાતાપ Posted in કવિતા (kavita), લોક સાહિત્ય (lok sahitya) - April 28, 2007 - 5 Comments  તે હૈયાની ઉપર નબળા હસ્તથી ઘા કર્યો ‘તો ! તેમાં લોહી નિરખી વહતું ક્રૂર હું તો હસ્યો ‘તો ! એ ના રોયું, તડફડ થયું કાંઇ ના કષ્ટથી એ ! મેં જાણ્યું કે જખમ સહવો સ્હેલ સ્હેનારને છે ! કિન્તુ નિદ્રા મુજ નયનમાં ત્યારથી કાં ન આવી ? રોતું મ્હારૂં હ્રદય ગિરિ શા ભાર નીચે દબાઇ ! રે રે ! તે ઘા અધિક મુજને મૃત્યુથી કાંઇ લાગ્યો, એ અંગારો મુજ જિગરના મૂળને ખાઇ જાતો ! કેવો પાટો મલમ લઇને બાંધવા હું ગયો ‘તો! તે જોઇને જખમી નયને ધોધ કેવો વહ્યો ‘તો ! એ અશ્રુ, એ જખમ, મુખ એ, નેત્ર એ, અંગ એ એ બોલી ઉઠયાં પરવશ થયાં હોય સૌ જેમ હેતે : – “વ્હાલા ! વ્હાલા ! નવ કરીશ રે ! કાંઇ મ્હારી દવા તું ! “ઘા સ્હેનારૂં નવ સહી શકે દર્દ ત્હારી દવાનું ! “ઘા દે બીજો ! અગર મરજી હોય તેવું કરી લે ! “ત્હારૂં તેનો જરૂર જ, સખે ! પૂર્ણ માલીક તું છે. ” ત્યારે કેવાં હ્રદય ધડક્યાં સાથસાથે દબાઇ ! વ્યાધિ તેની, મુજ જિગરની પૂર્ણ કેવી ભૂલાઇ ! ઘા રૂઝાયો, સમય બહુ એ ક્રૂર ઘાને થયો છે, ત્હોયે તેનું સ્મરણ કરતાં નેત્ર ભીનાં વહે છે ! હા ! પસ્તાવો – વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડુબકી દઇને પુણ્યશાળી બને છે; ઓહો ! કેવું સ્મરણ મધુરૂં પાપનું એ ધરે છે ! માફી પામ્યું કુદરત કને એમ માની ગળે છે. રાજ્યોથી કે જુલમ વતી કે દંડથી ના બને જે તે પસ્તાવો સહજ વહતાં કાર્ય સાધી શકે છે ! હું પસ્તાયો, પ્રભુ ! પ્રણયીએ માફી આપી મને છે, હું પસ્તાયો, મુજ હ્રદયની પૂર્ણ માફી મળી છે. – ‘કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (Kalapi – pashchaataap. Kavita / Poems in Gujarati. Literature and art site) Tags : ‘કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ‘કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ – આપની યાદી Posted in કવિતા (kavita) - April 6, 2005 - 8 Comments  આપની યાદી જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની; આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની! માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની! જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર, તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની! તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં, તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની! આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં, આ દમબદમ બોલી રહી ઝીણી સિતારી આપની! આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા; યાદી બનીને ઢાલ ખેંચાઇ રહી છે આપની! દેખી બૂરાઇ ના ડરું હું, શી ફિકર છે પાપની? ધોવા બૂરાઇને બધે ગંગા વહે છે આપની! થાકું સિતમથી હોય જ્યાં ના કોઇ ક્યાં એ આશના; તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની! જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને, અહેસાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની! પ્યારું તજીને પ્યાર કોઇ આદરે છેલ્લી સફર; ધોવાઇ યાદી ત્યાં રડાવે છે જુદાઇ આપની! રોઉં ન કાં એ રાહમાં બાકી રહીને એકલો? આશકોના રાહની જે રાહદારી આપની! જૂનું નવું જાણું અને રોઉં હસું તે તે બધું; જૂની નવી ના કાંઇ તાજી એક યાદી આપની! ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી; જોયું ન જોયું છો બને જો એક યાદી આપની! કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી; છે આખરે તો એકલી ને એ જ યાદી આપની! – ‘કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (Kalapi – Aapni Yaadi. Poems in Gujarati. Literature and art site) Tags : ‘કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ‘કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ – એક યાદી આપની Posted in કવિતા (kavita) - March 2, 2005 - 1 Comment ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી : જોયું ન જોયું છો બને, જો એક યાદી આપની ! – ‘કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (Kalapi – Aek Yaadi aapni Kalapi no Kekaro. Poems in Gujarati. Literature and art site) Tags : ‘કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ‘કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ – એક ઘા Posted in કવિતા (kavita) - February 28, 2005 - 5 Comments એક ઘા તે પંખીની ઉપર પથરો ફેકતાં ફેકી દીધો, છૂટયો તે ને અરરર! પડી ફાળ હૈયા મહીં તો! રે રે! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઇ જાતાં નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં. મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મ્હારા જ-થી આ, પાણી છાંટયું દિલ ધડકતે ત્હોય ઊઠી શક્યું ના; ક્યાંથી ઊઠે? જ્ખમ દિલનો ક્રૂર હસ્તે કરેલો! ક્યાંથી ઊઠે! હ્રદય કુમળું છેક તેનું અહોહો! આહા! કિન્તુ કળ ઊતરી ને આંખ તો ઊધડી એ, મ્રૂત્યુ થાશે? જીવ ઊગરશે? કોણ જાણી શકે એ? જીવ્યું, આહા! મધુર ગમતાં ગીત ગાવા ફરીને, આ વાડીનાં મધુર ફલને ચાખવાને ફરીને. રે રે! કિન્તુ ફરી કદી હવે પાસ મ્હારી ન આવે, આવે ત્હોયે ડરી ડરી અને ઇચ્છતું ઊડવાને; રે રે! શ્રદ્ધા ગત થઇ પછી કોઇ કાળે ન આવે, લાગ્યા ઘાને વીસરી શકવા કાંઇ સામથ્યૅ ના છે. – ‘કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (Kalapi – Aek Gha Kalapi no Kekaro. Poems in Gujarati. Literature and art site) Tags : ‘કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ‘કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ Posted in કવિતા (kavita) - January 30, 2005 - 5 Comments  જ્યાં જ્યાં નજર મારી ઠરે છે યાદી ભરી ત્યાં આપની આંસુ મહીયે આંખ થી યાદી ઝરે છે આપની (Kalapi. Poems in Gujarati. Literature and art site) Tags : ‘કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ

બાળવાર્તા

https://youtu.be/SGAWXxZargs